ગુજરાત રાજ્યના પશુપાલકો માટે ચાફ કટર સહાય યોજના હેઠળ પશુપાલકો વિદ્યુત ચાફ કટરની ખરીદી માટે સહાય મેળવી શકે છે. વિદ્યુત ચાફ કટર થી કટીંગ થયેલા લીલા કે સૂકા ઘાસચારાની 30% સુધી બચત થઈ શકે છે.
ચાફ કટર દ્વારા કટીંગ થયેલ ઘાસચારો પશુઓને ખાવા માટે સરળ બને છે. ચાફ કટર સહાય યોજના અંગેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ માં આપેલ છે.
ચાફ કટર સહાય યોજના
ગુજરાત રાજ્યના ઘાસચારા વિકાસ અને પશુપાલન વિકાસ દ્વારા શરૂ કરવામાં આવેલી ચાફ કટર સહાય યોજના પશુપાલકોને ઘાસ ચારાની બચત કરવામાં મદદ રૂપ થશે. રાજ્ય સરકાર ચાફ કટરની ખરીદી માટે 75% સુધીની સહાય આપે છે. આ યોજના હેઠળ ₹20,000 સુધીના ચાફ કટરની ખરીદી માટે 75% એટલે કે ₹15,000 સુધીની સહાય મળવા પાત્ર છે.
ચાફ કટર સહાય યોજનાનો લાભ કોણ મેળવી શકે છે?
ગુજરાત સરકારની આ યોજનાનો લાભ નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, બક્ષીપંચ ખેડૂતો, અનુસૂચિત જાતિના ખેડૂતો કે કોઈ પણ પશુપાલકો મેળવી શકે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટેની કેટલીક શરતો નીચે મુજબ છે:
- પાંચ કે તેથી વધુ પશુઓ રાખતા પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે.
- પશુપાલકો ઘાસચારો ચાફ કટર દ્વારા કટીંગ કરીને જ નીરવાનો રહેશે.
- સરકાર માન્ય વેપારી પાસેથી જ ચાફ કટરની ખરીદી નું બિલ રજૂ કરવાનું રહેશે.
ચાફ કટર યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ વિદ્યુત ચાફ કટરની એકમ કિંમત ₹20,000 પર 75% એટલે કે ₹15,000 ની સહાય મળવાપાત્ર છે.
ચાફકટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- બેંક ખાતાની પાસ બુક નકલ
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
- રેશનકાર્ડ
- મોબાઈલ નંબર
- 7/12 ની જમીન ઉતારા (જો લાગુ પડતો હોય તો)
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
- ચાફ કટરની ખરીદીનું બીલ
ચાફ કટર યોજના માટે ફોર્મ કઈ રીતે ભરવું?
વર્ષ દરમિયાન ચાફ કટર યોજના માટેનું ઓનલાઇન ફોર્મ i-khedut પોર્ટલ પર ઓનલાઈન ભરાય છે.
તમે નજીકની ગ્રામ પંચાયત કે CSC સેન્ટર પર જઈ ચાફ કટર સહાય યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.