આધાર કાર્ડ ઓથેન્ટિકેશન હિસ્ટ્રી કેવી રીતે ચેક કરવી ?

હાલના ડિજિટલ યુગમાં ઓનલાઈન ગેરરીતિ વધી ગઈ છે, અને બધી જ જગ્યાએ આધાર કાર્ડ નો ઉપયોગ થાય છે.  તો તમારા આધાર કાર્ડનો કોઈએ ગેર ઉપયોગ નથી કર્યો ને!

ઘણીવાર આપણે કંઈ પણ વિચાર્યા વગર આપણું આધાર કાર્ડ આપી દેતા હોઈએ છીએ. તેવી પરસ્થિતિમાં જો આપણા આધારકાર્ડનો ખોટી રીતે ઉપયોગ થાય તો, ભવિષ્યમાં ક્યાંક મુશ્કેલી પડી શકે છે. આવી મુશ્કેલીથી બચવા માટે આધારકાર્ડ નો કયા-ક્યાં ઉપયોગ થયો છે, તે જાણવું ખૂબ જ ફાયદા કારક છે.

આધાર કાર્ડ ઓથેન્ટિકેશન હિસ્ટ્રી કેવી રીતે ચેક કરવી ?

તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી ચેક કરવા માટે નીચે મુજબ સંપૂર્ણ પ્રકિયા અનુસરો;

  1. સૌ પ્રથમ તમે આ UIDAI ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો. 
  2. ત્યારબાદ, “Aadhaar Services” પર ક્લિક કરો.
  3. પછી “Authentication History” પર ક્લિક કરો.
  4. ત્યાં, તમારો “12 અંકનો આધાર નંબર અથવા 16 અંકનો વર્ચ્યુઅલ ID” અને “સુરક્ષા કોડ” દાખલ કરો. 
  5. પછી “Send OTP અથવા Enter TOTP” બટન પર ક્લિક કરો. 
  6. ત્યાં બધી માહિતી ભર્યા બાદ “Verify OTP/TOTP” બટન પર ક્લિક કરો.
  7. બસ! તમારા આધાર કાર્ડની હિસ્ટ્રીનું “Record લીસ્ટ” જોવા મળશે.

અન્ય માહિતી

આધાર કાર્ડ ઓથેન્ટિકેશન હિસ્ટ્રી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment