Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

ચેક કરો તમારા નામ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે?

તમારા નામ પર કોઈ બીજાએ તો સિમકાર્ડ નથી કઢાવી લીધું ને! ઘણી વખતે આપણે સિમકાર્ડ લેવા માટે આપણા ડોક્યુમેન્ટ આપીએ છીએ ત્યારે ઘણા લોકો તેના પરથી ડમી સિમકાર્ડ કઢાવી તેનો દુરુપયોગ કરતા હોય છે. હવે તમે જાતે જ ચેક કરી શકો છો કે તમારા આધારકાર્ડ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે, એટલું જ નહિ તમારા નામે કોઈ પણ ચાલુ સીમકાર્ડને બંધ કરવી શકો છો.

દૂરસંચાર વિભાગ દ્વારા “The Telecom Analytics for Fraud management and Consumer Protection” પોર્ટલ પર આ સેવા શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોની સુરક્ષામાં છેતરપિંડી ના થાય એના માટે આ સુવિધા ચાલુ કરવામાં આવી છે. તો આપણે સૌથી પહેલા એ જાણીએ કે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે ?

ચેક કરો તમારા નામ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે?

તમારા નામ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે તે ચેક કરવા માટે નીચે પ્રમાણેના સ્ટેપ અનુસરો:

  1. સૌ પ્રથમ, તમે અહી ક્લિક કરો.
  2. ત્યાર પછી Enter Your Mobile Number પર ક્લિક કરીને તમારો ચાલુ મોબાઈલ નંબર દાખલ કરી અને Request OTP બટન પર ક્લિક કરો.
  3. તમારા ચાલુ મોબાઈલ નંબર પર OTP આવશે તે દાખલ કરી ને Validate બટન પર ક્લિક કરો.
  4. બસ! તમારા આધાર કાર્ડ પર નોંધાયેલા મોબાઈલ નંબરોની યાદી દેખાશે.

તમારા નામ પર લીધેલ સીમકાર્ડ બંધ કેવી રીતે કરવું ?

તમારા નામ પર બીજા મોબાઈલ નંબર ચાલુ છે તે બંધ અથવા બ્લોક કરવા માટે આપેલ પ્રક્રિયા અનુસરો:

  • સૌથી પહેલા (ઉપરના સ્ટેપ બતાવ્યા મુજબ) તમારા આધારકાર્ડ પર નોંધાયેલા મોબાઈલ નંબરોનું લીસ્ટ ચેક કરો.
  • પછી તમે “Name of user” મા તમારું નામ લખો. (આધાર કાર્ડમાં જે નામ છે તે લખવું)
  • ત્યારબાદ, લીસ્ટમાં તમે જે નંબર બંધ કરવા ઈચ્છો છો તે નંબર આગળ ટિક કરો.
  • પછી “Not required” પર ક્લિક કરો અને report બટન પર ક્લિક કરો.
  • રિપોર્ટ કરેલ નંબરનું સ્ટેટસ ચેક કરવા માટે અહી ક્લિક કરો

અન્ય માહિતી

સિમ કાર્ડ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment