નાના બાળકનું આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું?

નાના બાળકોનું આધાર કાર્ડ હોવું ફરજીયાત છે. 5 વર્ષથી નીચેની ઉમર વાળા બાળકોને “બાલ આધાર કાર્ડ” કઢાવું પડે છે. આ બાલ આધાર કાર્ડ નવજાત શિશુ થી પાંચ વર્ષ સુધીના બાળકો માટે છે. આ આધાર કાર્ડ પાંચ વર્ષની ઉંમર સુધી માન્ય હોય છે.

ત્યારબાદ આધાર કાર્ડને બાયોમેટ્રિક માહિતી અને પુરાવા સાથે અપડેટ કરવું પડે છે. બાળક માટે આધાર કાર્ડ કઢાવવાની અરજી પ્રક્રિયા નિયમિત આધાર કાર્ડ જેવી જ છે.

નાના બાળકનું આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું?

નાના બાળકનું આધાર કાર્ડ કઢવવા માટે નીચે આપેલી પ્રક્રિયા ખાસ ધ્યાનથી વાંચો.

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલ આધાર કાર્ડની અરજી કરવા માટે, બાળકના માતા-પિતાએ નીચે દર્શાવેલ પગલાં અનુસરો:

 1. સૌ પ્રથમ નજીકનું નોંધણી કેન્દ્ર પર જાઓ.
 2. ત્યાં નોંધણી કેન્દ્ર પર આધાર નોંધણી ફોર્મ ભરો
 3. આધાર સંચાલકને માન્ય પુરવાં અને બાળકના માતા અથવા પિતાના આધાર કાર્ડની વિગતો સબમિટ કરો
 4. આધાર નોંધણી ફોર્મ અને જરૂરી પુરાવા સબમિટ કર્યા પછી, સંચાલક એક પાવતી આપશે, જેમાં URN નંબર હશે.
 5. URN નંબર વડે આધાર કાર્ડની સ્થિતિને ટ્રૅક કરવા માટે ઉપયોગ થઈ શકે છે.
 6. બસ! આટલું કર્યા પછી, લગભગ બાલ આધાર કાર્ડ મેળવવામાં લગભગ 90 દિવસ લાગે છે

5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ માટે નોંધણી કરવાના પગલાં નીચે મુજબ છે:

 1. સૌથી પહેલાં, નજીકના આધાર નોંધણી કેન્દ્રમાં જાઓ.
 2. ત્યાં, આધાર નોંધણી ફોર્મ ભરો અને જરૂરી પુરાવા સબમિટ કરો
 3. બધા જરૂરી પુરાવા અને આધાર નોંધણી ફોર્મ સબમિટ કર્યા પછી, આધાર સંચાલક બાળકની બાયોમેટ્રિક માહિતી એકઠી કરશે.
 4. એકવાર આધાર નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી આધાર સંચાલક પાવતી આપશે.
 5. આ પાવતીનો ઉપયોગ આધાર કાર્ડની સ્થિતિને ટ્રૅક કરવા માટે થઈ શકે છે.

અન્ય માહિતી

નાના બાળકનું આધાર કાર્ડ કઢાવવા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment