કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ શરુ, મળશે રૂપિયા 12 હજારની સહાય, અહીંથી ફોર્મ ભરો

કુંવરબાઈનું મામેરું યોજના : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે “કુંવરબાઈનું મામેરું યોજના” શરુ કરવામાં આવી છે. આ યોજના મુજબ ₹ 12000/- ની સહાય ચૂકવવામાં આવશે. 

કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ કોને મળશે?, કેવી રીતે મળશે?, ફોર્મ કેવી રીતે ભરવું? અને ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈએ તે સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.

કુંવરબાઈનું મામેરું યોજના

સંસ્થાનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
યોજનાનું નામ કુંવરબાઈનું મામેરું યોજના
કુલ સહાય રકમ ₹ 12,000/-
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

કુંવરબાઈનું મામેરું યોજનામાં કોને લાભ મળશે?

કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત લાભ મેળવવા માટે નીચે મુજબ જરૂરી પાત્રતા ધરાવતા જોવા જોઈએ.

  • આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
  • લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
  • નોંધ : આ અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર : 21 વર્ષની હોવી ફરજિયાત છે

કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલો લાભ મળશે?

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. 01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ ₹ 12,000/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ ₹ 10,000/- ની સહાય ચૂકવવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

હેલ્પ લાઇન નંબર

  • કુંવરબાઈનું મામેરું યોજનામાં મદદ મેળવવા હેલ્પ લાઇન નંબર માટે : અહી ક્લિક કરો

કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો.

  1. સૌથી પહેલાં તમે, esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  2. ત્યાં વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  3. પછી; User ID, Password અને Captcha Code દાખલ કરીને Login કરો.
  4. હવે તમને પહેલાં નંબર પર “કુંવરબાઈનું મામેરુ યોજના” દેખાશે ત્યાં ક્લિક કરો અને પછી “Ok” બટન પર ક્લિક કરો.
  5. હવે તમારે, વ્યક્તિગત માહિતી, અરજીની વિગતો, ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના અને એકરાર ની સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે.
  6. બસ! Submit કરો એટલે તમારું ફોર્મ સફળાપૂર્વક ભરાઈ જશે. છેલ્લે ફોર્મ પ્રિન્ટ ડાઉનલોડ કરવાની રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના : મહત્વની લીંક

ફોર્મ પત્રક  અહી ક્લિક કરો
ફોર્મ સાથેના બિડાણ  અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના અંગે વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s)

પ્રશ્ન : કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ કોને મળે ?

જવાબ : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની પુખ્તવયની કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે.

પ્રશ્ન : કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે શું કરવું ?

જવાબ : આ યોજનાનો લાભ લેવા માટે છ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઇને કુંવરબાઇનું મામેરૂ યોજનાનું ફોર્મ ભરવું પડે

પ્રશ્ન : કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ સહાય કઇ રીતે મળે ?

જવાબ : DBT ( Direct Bank Transfer) દ્રારા કન્યાને સહાય સહાય ચુકવવામાં આવે છે.

પ્રશ્ન : કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કુટુંબમાં કેટલી કન્યાઓ સુધી આ લાભ મળે ?

જવાબ : કુંટુબની બે કન્યા સુધી લાભ મળવાપાત્ર છે.

પ્રશ્ન : કુંવરબાઈનું મામેરું યોજના માં લગ્ન થયા પછી કેટલા સમયમાં આ યોજનાનો લાભ મળી શકે ?

જવાબ : બે વર્ષમાં સમયમર્યાદામાં આ લાભ મળવાપાત્ર છે.

પ્રશ્ન : કુંવરબાઈનું મામેરું યોજનાનો સમૂહલગ્નમાં લગ્ન થયા હોય તો લાભ મળે ?

જવાબ : હા, સમુહલગ્નમાં લગ્ન થયા હોય તો પણ આ યોજના હેઠળ લાભ મળી શકે.

પ્રશ્ન : કુંવરબાઈનું મામેરું યોજનામાં યુવક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીનો ન હોય તો સહાય મળવાપાત્ર છે.

જવાબ : હા. કન્યાની જાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અને આર્થિક પછાત વર્ગની હોવી જરૂરી છે.

Leave a Comment