NBCFDC જનરલ લોન યોજના હેઠળ મળશે ₹15 લાખ સુધીની લોન

જી હાં, સરકાર આપી રહી છે ₹15 લાખ સુધીની લોન એ પણ ખૂબ જ ઓછા વ્યાજદરે! આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક એવી યોજના વિશે જેમાં માત્ર થોડાક જ ડોક્યુમેન્ટ આપીને તમે 15 લાખ સુધીની લોન મેળવી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ, NBCFDC જનરલ લોન યોજના વિશે. આ યોજના થકી પછાત વર્ગના ભારતીય નાગરિકો પોતાના ધંધા કે ખેતી માટે ઓછા વ્યાજે લોન મેળવી શકે છે.

NBCFDC જનરલ લોન યોજના શું છે?

સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા પછાત વર્ગના ભારતીય નાગરિકો માટે વિવિધ આવક પેદા કરતી પ્રવૃત્તિઓ માટે સામાન્ય લોન યોજના જેના થકી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ, નાના વેપાર/કારીગર અને પરંપરાગત વ્યવસાય, પરિવહન ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, અને તકનીકી અને વ્યવસાયિક વેપાર/અભ્યાસક્રમો જેવી આવક પેદા કરતી પ્રવૃત્તિઓ કરવા માટે લાભાર્થી દીઠ ₹15 લાખ સુધીની લોન મળવાપાત્ર છે.

NBCFDC સામાન્ય લોન યોજના હેઠળ મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ લાભાર્થી દીઠ ₹15 લાખ સુધીની લોન મળવાપાત્ર છે.

લોન માટે વ્યાજ દર નીચે મુજબ રહેશે:

  • ₹ 5.00 લાખ સુધીની લોન: વાર્ષિક 6%
  • ₹5.00 લાખથી વધુની લોન ₹10.00 લાખ સુધી: વાર્ષિક 7%
  • ₹10.00 લાખથી વધુની લોન ₹15.00 લાખ સુધી: વાર્ષિક 8%

મહત્તમ 8 વર્ષ સુધી ત્રિમાસિક હપ્તાઓમાં લોન ચૂકવવાની રહેશે.

કોને મળશે NBCFDC જનરલ લોન યોજનાનો લાભ?

આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર નીચેની યોગ્યતા ધરાવતો હોવો જોઈએ.

  • અરજદાર ઉદ્યોગસાહસિક (Entrepreneur) હોવો જોઈએ
  • અરજદાર પછાત વર્ગ (OBC) માંથી હોવો જોઈએ.
  • અરજદારની કુલ કૌટુંબિક વાર્ષિક આવક ₹3 લાખ કરતા ઓછી હોવી જોઈએ.

નોંધ: જમીનવિહોણા ખેત મજૂર અને એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતા સીમાંત ખેડૂતોને વાર્ષિક રૂ. 1.50 લાખથી ઓછી વાર્ષિક કૌટુંબિક આવક ધરાવનાર માનવામાં આવશે.

નાના ખેડૂતો એટલે કે જેઓ એક થી બે હેક્ટર વચ્ચેની જમીન ધરાવતા હોય તેઓની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 3.00 લાખથી ઓછી હોય તેવું માનવામાં આવશે.

NBCFDC જનરલ લોન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ)
  • જાતિનું પ્રમાણપત્ર
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • આવકના માપદંડો સ્થાપિત કરવા માટે પ્રમાણપત્રો
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર

સામાન્ય લોન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

આ યોજનામાં ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.

ગુજરાત રાજ્ય માટે આ યોજનાના SCA ની વિગતો નીચે મુજબ છે.

સરનામું: Block NO.11, 2nd Floor, Dr. Jivraj Mehta Bhawan,Sector-10, Gandhi Nagar, Gujarat-382 010.

ફોન નંબર: 07923257557

Email Id: mdgbcdc14@gmail.com

પોર્ટલની લિંક: અહી ક્લિક કરો.

આ યોજના અંગે કોઈપણ માહિતી માટે ટોલ ફ્રી નંબર 18001023399 પર કોલ કરવો.

Leave a Comment