આ કંપનીના એક શેર પર મળી રહ્યું છે રૂ. 160 ડીવીડન્ડ, શું તમારી પાસે પણ છે શેર?

મારા જેવા ઘણા રોકાણકારો શેર માર્કેટમાં એવા શેરમાં જ રોકાણ કરતા હોય જે સારું ડીવીડન્ડ આપે. તમે પણ મારી જેમ ડીવીડન્ડ માટે જ રોકાણ કરો છો. પર્સનલ કેર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કંપની Procter & Gamble Hygiene and Health Care Limited એક મોટી ભેટની જાહેરાત કરી છે. આ મોટી કંપનીએ દરેક શેર પર રૂ. 160ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

Procter & Gamble Hygiene and Health Care Limited ને ડિસેમ્બર 2023 ક્વાર્ટરના પરિણામોની જાહેરાત સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે. મે 2017 પછી કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ આ સૌથી વધુ ડિવિડન્ડ છે. મે 2017માં આ કંપનીએ રૂ. 362નું ડિવિડન્ડ આપ્યું હતું.

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 228.9 કરોડનો નફો કર્યો

Procter & Gamble Hygiene and Health Care Limited ને ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં રૂ. 228.9 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન કંપનીએ રૂ. 207.4 કરોડનો નફો કર્યો હતો. ડિસેમ્બર 2023 આ કંપનીની આવક રૂ. 1133 કરોડ હતી. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન કંપનીની આવક રૂ. 1137 કરોડ હતી. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં કંપનીનો EBITDA રૂ. 309.7 કરોડ હતો, જે ગયા વર્ષ કરતાં 6.6% વધુ છે. આ સમયે, કંપનીનું EBITDA માર્જિન 25.5 ટકાથી વધીને 27.3 ટકા થઈ ગયું છે.

કંપની આપી રહી છે 60 રૂ. નું સ્પેશીયલ ડીવીડન્ડ

Procter & Gamble Hygiene and Health Care Limited દ્વારા આપવામાં આવેલા વચગાળાના ડિવિડન્ડમાં શેર દીઠ રૂ. 60ના એક વખતના સ્પેશિયલ ડિવિડન્ડનો પણ સમાવેશ થાય છે. કંપની 60 વર્ષ પૂરા થવા પર આ વિશેષ ડિવિડન્ડ આપી રહી છે. આ કંપનીના વચગાળાના ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 9 ફેબ્રુઆરી, 2024 નક્કી કરી છે. આ કંપની 29 ફેબ્રુઆરી, 2024ના રોજ અથવા તે પહેલાં વચગાળાનું ડિવિડન્ડ ચૂકવશે. શું તમે આ કંપનીના શેર ધરાવો છો ?

Leave a Comment