Paytm Payment Bank માં હવે પૈસા ડિપોઝિટ નહી કરી શકો, RBI લગાવ્યો પ્રતિબંધ

શું તમે પણ Paytm Payment Bank માં ખાતુ ધરાવો છો? જો હા તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. Paytm Payment Bank Limited સામે RBI એ કાર્યવાહી કરી છે. જેથી આ ખાતા ધારકોને મોટી અસર થઈ શકે છે.

RBI એ Paytm Payments Bank Ltd (PPBL) ને ફેબ્રુઆરી પછી કોઈપણ ખાતા, વૉલેટ્સ અને FASTags પર ડિપોઝિટ અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે. રિઝર્વ બેંકે વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ બાદ પેટીએમ પેમેન્ટ બેંક પર આ કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A આ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી હેઠળ, Paytm પેમેન્ટ્સ બેંક તરફથી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વૉલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં કોઈ ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ અપને મંજૂરી આપવામાં આવશે નહીં.

શું કહ્યું રિજર્વ બેન્કે ?

RBI એ કહ્યું, “29 ફેબ્રુઆરી, 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ માધ્યમ, વૉલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં કોઈ ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ અપને મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે, કોઈપણ વ્યાજ, કેશબેક અથવા રિફંડ કોઈપણ સમયે જમા થઈ શકે છે.” આ સાથે RBIએ કહ્યું કે Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોને બચત બેંક ખાતા, ચાલુ ખાતા, પ્રીપેડ માધ્યમ, ફાસ્ટેગ, NCMC (નેશનલ કોમન મોબિલિટી કાર્ડ) કોઈપણ નિયંત્રણો વિના રાખવાની મંજૂરી આપવામાં આવશે. આ પહેલા માર્ચ 2022 માં પણ આરબીઆઈએ Paytm Payments Bankને નવા ગ્રાહકો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

Paytm માં શેર પર શું અસર થઈ?

આ સમાચાર આવવા છતાં Paytm ના શેરમાં કઈ ખાસ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. આજે બુધવારે ટ્રેડિંગના અંતે શેરનો ભાવ નજીવો ઘટીને રૂ.761 હતો. દિવસ દરમિયાન શેર રૂ. 774ની ટોચે પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં 20 ઓક્ટોબર, 2023ના રોજ કંપનીનો શેર રૂ. 998.30ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

Leave a Comment