પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ નાણા મંત્રાલયની એક વીમા યોજના છે, જે કોઈપણ કારણોસર મૃત્યુ માટે જીવન વીમા કવચ આપે છે. આ યોજના દ્વારા ગરીબ કુટુંબનાં ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવી છે, સામાન્ય 330 રૂપિયાનો વીમા-હપતો ભરીને 2 લાખનું જીવન વીમા કવર મળે છે. ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોના સંતાનોનું ભવિષ્ય ઉજ્વળ કરવાની તક મળે છે.
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે?
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા 9 મે, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં કોઈપણ કારણોસર વ્યક્તિનું મૃત્યુ થાય તેના માટે જીવન વીમા કવચ આપે કરે છે. આ જીવન વીમા કવર એક વર્ષ માટે માન્ય રહેશે, જે દર વર્ષે રિન્યુ કરી શકાય છે. આ યોજના LIC અને અન્ય જીવન વીમા કંપનીઓ દ્વારા વીમા કવર આપવામાં છે. 18 થી 50 વર્ષ સુધીની વ્યક્તિ આ વીમા યોજના નો લાભ લઇ શકે છે.
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ કોને અને ક્યાં સુધી મળે છે?
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ કોને અને ક્યાં સુધી મળશે તે વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે:
- 18 થી 50 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ આ વીમા યોજનાનો લાભ લઈ શકે છે.
- વીમો લીધેલ વ્યક્તિના મૃત્યુ પછી વારસદાર અથવા તેના પરિવાર ને 2 લાખ રૂપિયા મળે છે.
- વીમો લીધેલ વ્યક્તિના બેંક અથવા પોસ્ટ ઓફિસના બચત ખાતા માંથી જ્યાં સુધી આ વીમા યોજનાનો હપતો નિયમિત રીતે કપાય છે. ત્યાં સુધી આ વીમા યોજનાનો લાભ મળે છે.
- આ વીમા યોજનાની પરિપક્વતા વીમો લીધેલ વ્યક્તિની 55 વર્ષની ઉંમરે થાય છે, પણ વીમો 50 વર્ષની ઉંમર સુધી લઈ શકાય છે એટલે કે આ વીમા યોજનાનો લાભ વીમો લીધેલ વ્યક્તિ 55 વર્ષનો થાય ત્યાં સુધી મળે છે.
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે યોગ્ય પાત્રતા
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે યોગ્ય પાત્રતા નીચે મુજબ હોવી જોઇએ:
- અરજદારની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર પાસે બેંક ખાતું અથવા પોસ્ટ ઓફિસ નું ખાતું હોવું જોઈએ.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટેનો હપતો કેટલો અને કઇ રીતે ભરવો?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટેનો હપતો કેટલો ભરવો અને કઇ રીતે ભરવો તેની માહિતી નીચે આપેલી છે:
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો વાર્ષિક હપતો 330 રૂપિયા ભરવાનો રહેશે.
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો પ્રથમ હપતો રોકડ અથવા વીમો લીધેલ વ્યક્તિના બચત ખાતા માંથી 330 રૂપિયા કાપવામાં આવશે.
- પ્રથમ હપતો સ્વીકાર્યા બાદ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વીમો લીધેલ વ્યક્તિના બેન્ક અથવા પોસ્ટ ઓફિસના બચત ખાતામાંથી દર વર્ષે મેં મહિનાની 31મી તારીખે 330 રૂપિયા કાપવામાં આવશે.
- જેથી ગ્રાહકના બેન્ક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં મેં મહિનાની 31મી તારીખે ઓછામાં ઓછામાં 330 રૂપિયા હોવા જરૂરી છે નહીં તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો વીમો રીન્યુ થશે નહીં.
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની અરજી કરવાં માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે આપેલ છે:
- ઓળખનો પુરાવો (KYC): (કોઈ પણ એક)
- આધાર કાર્ડ
- ચુંટણી કાર્ડ
- મનરેગા કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાન કાર્ડ
- પાસપોર્ટ
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે અરજી કઇ રીતે કરવી?
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે ઓફ્લાઇન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે પ્રમાણે સ્ટેપ અનુસરો:
- સૌથી પહેલા અહી ક્લિક કરો અને ફોર્મ ડાઉનલોડ કરો
- પછી, અરજી ફોર્મને યોગ્ય રીતે ભરો અને સહી કરો.
- જરૂરી દસ્તાવેજોની સ્વ પ્રમાણિત નકલો જોડો.
- ત્યાર પછી, બેંક અથવા પોસ્ટ ઓફિસના અધિકૃત અધિકારીને કેસ સાથે ફોર્મ સબમિટ કરો.
- અધિકારી તમને “વીમાની સ્વીકૃતિ સ્લિપ પ્રમાણપત્ર” પરત આપશે.
પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.