પ્રધાનમંત્રી મુદ્રા યોજના, મળશે ₹10 સુધીની લોન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ કેન્દ્ર સરકાર ની એક ખાસ યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર નાના વેપારીઓને ઉદ્યોગ માટે ₹ 10 લાખ સુધીની નાની લોન આપશે. જેથી, નાના વેપારીઓને તેમના ધંધાને વિકસાવવા માટે સરકારે આ મુદ્રા લોન યોજના શરૂ કરી છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના શું છે?

આ યોજના 8 એપ્રિલ, 2015 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી,જેના થકી દેશના જે લોકો પોતાનો ધંધો શરૂ કરવા માંગે છે તેમને આ યોજના દ્વારા 10 લાખ સુધીની ધંધા માટે લોન આપવામાં આવશે, આ નાના વેપારીઓના માધ્યમ થી સરકાર ઉદ્યોગ ક્ષેત્રે વધારો કરવા માંગે છે જેથી વધુને વધુ ઉદ્યોગો સ્થાપી શકાય.

નાની સંસ્થાઓ વાળા, નાના વેપારીઓ, સેવા ક્ષેત્રના ધંધા વાળા, દુકાનદારો, ફળો/શાકભાજી વેચવા વાળા, ટ્રક ચલાવનાર, ખાદ્ય-સેવાના વેપારીઓ, સમારકામની દુકાન વાળા, મશીન ચલાવનારા ,નાના ઉદ્યોગોપતિઓ, કારીગરો, ખાદ્યપદાર્થો તરીકે ચલાવતા લાખો વેપારીઓનો પણ આ લોન મળી શકે છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન ફક્ત બેંકો અને ધિરાણ આપતી સંસ્થાઓ દ્વારા જ મેળવી શકાય છે. જેમ કે;

 • જાહેર ક્ષેત્રની બેંકો
 • ખાનગી ક્ષેત્રની બેંકો
 • રાજ્ય સંચાલિત સહકારી બેંક
 • પ્રાદેશિક ગ્રામીણ બેંક
 • માઈક્રો ફાયનાન્સ ઓફર કરતી સંસ્થાઓ
 • બેંકો સિવાયની નાણાકીય કંપનીઓ

વ્યાજ દર

 • બેંકના નીતિ નિયમો મુજબ વ્યાજ દર વસૂલવામાં આવે છે.

પ્રોસેસીંગ ચાર્જર્સ

 • બેંકો તેમની આંતરિક માર્ગદર્શિકા અનુસાર પ્રોસેસીંગ ચાર્જર્સ વસૂલવાનું વિચારી શકે છે. મોટાભાગની બેંકો દ્વારા શિશુ લોન (₹ 50,000/- સુધીની લોન) માટે પ્રોસેસિંગ ચાર્જ માફ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના માં મળવાપાત્ર લાભ

આ યોજના હેઠળ નાના વેપારીઓ અને ઉધોગપતિઓ ની જરૂરિયાત મુજબ લોન ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે: 1. શિશુ, 2.કિશોર અને 3. તરુણ

 1. શિશુઃ ₹ 50,000/- સુધીની લોનને આવરી લે છે
 2. કિશોર: ₹ 50,001/- થી ₹ 5,00,000/- સુધીની લોન આવરી લે છે
 3. તરુણ: ₹ 5,00,001/- થી ₹ 10,00,000/- ની લોન આવરી લે છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે યોગ્ય પાત્રતા

લાયક ઉધાર લેનારાઓ:

 • વ્યક્તિઓ
 • માલિકીની ચિંતા.
 • ભાગીદારી પેઢી.
 • પ્રાઇવેટ લિમિટેડ કંપની.
 • જાહેર કંપની.
 • કોઈપણ અન્ય કાનૂની સ્વરૂપો.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા લોન માટે અરજી કેવી રીતે કરવી?

પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન માટેની અરજી કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

 • સૌથી પહેલા તમે PM MUDRA ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહી ક્લિક કરો.
 • પછી તમે ઉદ્યમિત્ર પોર્ટલ પર ક્લિક કરો.
 • ત્યાં, રજિસ્ટ્રેશન કરવા માટે મુદ્રા લોન “Apply Now” પર ક્લિક કરો
 • ત્યાર બાદ, તમે નીચેનામાંથી એક પસંદ કરો:
  • નવા ઉદ્યોગસાહસિક
  • હાલના ઉદ્યોગસાહસિક
  • સ્વ-રોજગાર વ્યાવસાયિક
 • પછી, અરજદારનું નામ, ઈમેલ અને મોબાઈલ નંબર દાખલ કરો અને OTP જનરેટ કરો
 • બસ! પછી તમારું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે.

સફળ રજિસ્ટ્રેશન પછી,

 1. સૌ પ્રથમ તમે પોર્ટલ પર લોગીન કરવા અહી ક્લિક કરો
 2. પછી, વ્યક્તિગત વિગતો અને વ્યવસાયિક વિગતો દાખલ કરો.
 3. પ્રોજેક્ટ દરખાસ્ત વગેરે તૈયાર કરવા માટે જરૂરી હોય તો હેન્ડ હોલ્ડિંગ એજન્સીઓને પસંદ કરો. નહિતર, “લોન એપ્લિકેશન સેન્ટર” પર ક્લિક કરો અને તરત જ અરજી કરો.
 4. જરૂરી લોનની વિકલ્પ પસંદ કરો. (જેમ કે; મુદ્રા શિશુ/મુદ્રા કિશોર/મુદ્રા તરુણ)
 5. ત્યાર બાદ, તમે વ્યાપાર માહિતી પસંદ કરો. (જેમ કે; વ્યાપારનું નામ, વ્યાપાર પ્રવૃત્તિ વગેરે ભરવાની અને મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, ટ્રેડિંગ, એગ્રીકલ્ચરલ એલાઈડ જેવા ઉદ્યોગ પ્રકાર પસંદ કરો.)
 6. અન્ય માહિતી ભરો. (જેમ કે; ડિરેક્ટર વિગતો ભરો, બેંકિંગ/ક્રેડિટ સુવિધાઓ ઉપલબ્ધ છે.)
 7. બધા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. (જેમ કે; આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, અરજદારનો ફોટો, અરજદારની સહી, ઓળખનો પુરાવો/ બિઝનેસ એન્ટરપ્રાઇઝનું સરનામું વગેરે.)
 8. પછી અરજી Submit કરો. અને ત્યાં એપ્લિકેશન નંબર જનરેટ થશે. જે ભવિષ્ય સાચવીને રાખવો.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

પ્રધાનમંત્રી મુદ્રા માં શીશુ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે: 

 • ઓળખનો પુરાવો : (કોઈ પણ એક)
  • મતદારના આઈડી કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ
  • સરકાર દ્વારા આપેલ ફોટો આઈડીની સ્વ પ્રમાણિત નકલ.
 • રહેઠાણનો પુરાવો : (કોઈ પણ એક)
  • તાજેતરનું ટેલિફોન બિલ
  • વીજળીનું બિલ
  • પ્રોપર્ટી ટેક્સની રસીદ (2 મહિના કરતાં જૂની નહીં)
  • મતદારનું આઈડી કાર્ડ
  • આધાર કાર્ડ
  • વ્યક્તિગત
  • માલિક
  • ભાગીદારોનો પાસપોર્ટ અથવા બેંક અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત કરાયેલ એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • સરકાર દ્વારા અપાયેલ પ્રમાણપત્ર. (સત્તામંડળ/સ્થાનિક પંચાયત/નગરપાલિકા વગેરે.)
 • અરજદારનો તાજેતરનો 2 ફોટોગ્રાફ (6 મહિના કરતાં જૂનો નહીં.)
 • મશીનરી/અન્ય ચીજવસ્તુઓ ખરીદવાના અવતરણ.
 • સપ્લાયરનું નામ / મશીનરીની વિગતો / મશીનરી ખરીદવાની વસ્તુઓની કિંમત.
 • બિઝનેસ એન્ટરપ્રાઇઝની ઓળખ અથવા સરનામાં નો પુરાવો :
  • સંબંધિત લાયસન્સ
  • નોંધણી પ્રમાણપત્રો
  • માલિકી સંબંધિત અન્ય દસ્તાવેજોની નકલો,
  • વ્યવસાયના સરનામાની ઓળખ (જો કોઈ હોય તો)
 • SC/ST/OBC/લઘુમતી વગેરે કેટેગરીનો પુરાવો.

પ્રધાનમંત્રી મુદ્રા માં કિશોર અને તરુણ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે: 

 • ઓળખનો પુરાવો : (કોઈ પણ એક)
  • મતદારના આઈડી કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ
  • સરકાર દ્વારા આપેલ ફોટો આઈડીની સ્વ પ્રમાણિત નકલ.
 • રહેઠાણનો પુરાવો : (કોઈ પણ એક)
  • તાજેતરનું ટેલિફોન બિલ
  • વીજળીનું બિલ
  • પ્રોપર્ટી ટેક્સની રસીદ (2 મહિના કરતાં જૂની નહીં)
  • મતદારનું આઈડી કાર્ડ
  • આધાર કાર્ડ
  • વ્યક્તિગત
  • માલિક
  • ભાગીદારોનો પાસપોર્ટ અથવા બેંક અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત કરાયેલ એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • સરકાર દ્વારા અપાયેલ પ્રમાણપત્ર. (સત્તામંડળ/સ્થાનિક પંચાયત/નગરપાલિકા વગેરે.)
 • બિઝનેસ એન્ટરપ્રાઇઝની ઓળખ અથવા સરનામાં નો પુરાવો :
  • સંબંધિત લાયસન્સ
  • નોંધણી પ્રમાણપત્રો
  • માલિકી સંબંધિત અન્ય દસ્તાવેજોની નકલો,
  • વ્યવસાયના સરનામાની ઓળખ (જો કોઈ હોય તો)
 • SC/ST/OBC/લઘુમતી વગેરે કેટેગરીનો પુરાવો.
 • અરજદાર કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થામાં ડિફોલ્ટર ન હોવો જોઈએ.
 • ખાતાઓનું સ્ટેટમેન્ટ (છેલ્લા છ મહિના માટે), વર્તમાન બેંકર તરફથી (જો કોઈ હોય તો.)
 • આવકવેરા કે સેલ્સ ટેક્સ રિટર્ન વગેરે સાથે ની છેલ્લા બે વર્ષની બેલેન્સ શીટ (₹ 2 લાખ અને તેથી વધુના તમામ કેસ માટે લાગુ).
 • કાર્યકારી મૂડી મર્યાદાના કિસ્સામાં એક વર્ષ માટે અને ટર્મ લોનના કિસ્સામાં લોનના સમયગાળા માટે અંદાજિત બેલેન્સ શીટ (₹ 2 લાખ અને તેથી વધુના તમામ કેસ માટે લાગુ).
 • અરજી સબમિટ કરવાની તારીખ સુધી ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મળેલ વેચાણ.
 • ટેકનિકલ અને આર્થિક સદ્ધરતાની વિગતો ધરાવતો પ્રોજેક્ટ રિપોર્ટ (સૂચિત પ્રોજેક્ટ માટે).
 • મેમોરેન્ડમ અને કંપનીના એસોસિએશનના લેખ કે પાર્ટનરશિપ ડીડ વગેરે.
 • ત્રીજા પક્ષ ની ગેરંટી ન હોય તો, નેટ-વર્થ જાણવા માટે ડિરેક્ટર્સ અને પાર્ટનર્સ સહિત લોન લેનાર પાસેથી સંપત્તિ અને જવાબદારીનું સ્ટેટમેન્ટ માંગવામાં આવી શકે છે.

આ યોજના વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment