Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

ધોરણ 10 – 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા, જાણો કઈ રીતે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શરૂ કરાયેલ સેવા દ્વારા હવે ઘરે બેઠા જ ધોરણ 10 અને ધોરણ 12ની ડુપ્લીકેટ માર્કશીટ, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકો છો. કેટલાક ડોક્યુમેન્ટ અને સરળ ઓનલાઈન ફોર્મ ભરીને પોસ્ટ દ્વારા ઘરે બેઠા જ ડુપ્લીકેટ માર્કશીટ મેળવી શકો છો.

જ્યારે કોઈ કારણોસર ધોરણ 10, 12 ની ઓરીજનલ માર્કશીટ ખોવાઈ જાય કે ફાટી જાય તેવા કિસ્સામાં ડુપ્લીકેટ માર્કશીટની જરૂર પડે છે. ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા વિશેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે, તો ચાલો જાણીએ.

ધોરણ 10, 12 ની ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર મેળવવા માટે ફી અને ડોક્યુમેન્ટ

GSEB ની આ સર્વિસ હેઠળ 1952 થી અત્યાર સુધીના ધોરણ 10 12 ની ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર મેળવી શકાશે. અલગ અલગ પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને ભરવી પડતી ફી ની વિગત નીચે મુજબ છે.

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ

  • માર્કશીટની ઝેરોક્ષ / પાસીંગ સર્ટીની ઝેરોક્ષ / શાળાનો આચાર્યનો letter head/ Hall Ticket (જેમાં Seat Number તથા પરીક્ષા નું વર્ષ સ્પષ્ટ દર્શાવેલ હોય – કોઈ પણ એક ફરજીયાત Upload કરવું)
  • ID Proof ની ઝેરોક્ષ (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ)
  • ધોરણ-૧૦/૧૨ ડુપ્લીકેટ માર્કશીટ માત્ર પાસ વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે.

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ માટે ફી: ₹50 પ્રતિ માર્કશીટ

ધોરણ 10 અને 12 નું માઇગ્રેશન સર્ટિફિકેટ

  • માર્કશીટની ઝેરોક્ષ
  • L.C ની ઝેરોક્ષ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • ID Proof ની ઝેરોક્ષ (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ)

માઈગ્રેશન સર્ટી મેળવવા માટે ફી: ₹50 પ્રતિ માર્કશીટ

સમકક્ષતા પ્રમાણપત્ર

1. ડિપ્લોમા માટે ધોરણ 12 સમકક્ષતા પ્રમાણપત્ર

ધોરણ 10 પાસ કરી ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓએ ધોરણ 12 ના સમકક્ષ ડિપ્લોમા ગણાય તેના માટે સમક્ષતા પ્રમાણપત્ર મેળવવાનું રહે છે.

  • ધોરણ ૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  • ધોરણ ૧૦ L.C ની ઝેરોક્ષ
  • ID Proof ની ઝેરોક્ષ (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ)
  • ડિપ્લોમા છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ ઝેરોક્ષ
  • ડિપ્લોમા પ્રોવીઝનલ સર્ટી / કોન્વોકેશન સર્ટી

નોંધ: આ પ્રમાણપત્ર મેળવવા માટે ધોરણ ૧૦ પછી પોલીટેકનિકમાં ૩ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ.

ધોરણ 12 ના સમકક્ષ ડિપ્લોમા માટેના સમકક્ષતા સર્ટીની ફી: ₹200

2. ITI માટે ધોરણ 12 સમકક્ષતા પ્રમાણપત્ર

ધોરણ ૧૦ પછી બે વર્ષ કે તેથી વધુ સમયનો ITI (N.C.V.T અને G.C.V.T માંથી) નો કોર્ષ કરેલ હોય અને ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ અંગ્રેજી વિષય અથવા ગુજરાત ઓપન સ્કુલ એક્ઝામિનેશન અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરે તો ધોરણ ૧૨ ને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

  • ધોરણ ૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  • ધોરણ ૧૦ L.C ની ઝેરોક્ષ
  • ID Proof ની ઝેરોક્ષ (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ)
  • ITI ના બધાજ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ/પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  • ધોરણ ૧૨ અંગ્રેજી વિષય પાસની માર્કશીટની ઝેરોક્ષ

ધોરણ 12 ના સમકક્ષ ITI માટેના સમકક્ષતા સર્ટીની ફી: ₹200

3. ITI માટે ધોરણ 10 સમકક્ષતા પ્રમાણપત્ર

ધોરણ ૮ કે ધોરણ ૯ પાસ પછી ITI બે વર્ષનો કોર્ષ કરેલ હોય (N.C.V.T અને G.C.V.T માંથી) તો ધોરણ ૧૦ ને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે ધોરણ ૧૦ ની ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ગુજરાતી તથા અંગ્રેજી વિષય પરીક્ષા પાસ કરવી જરૂરી છે.

  • ધોરણ ૮ / ધોરણ ૯ પાસની માર્કશીટની ઝેરોક્ષ
  • L.C ની ઝેરોક્ષ
  • ID Proof ની ઝેરોક્ષ (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ)
  • ITI ના બધાજ વર્ષના દરેક સેમેસ્ટરના માર્કશીટ/પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  • ધોરણ ૧૦ માં ગુજરાતી અને અંગ્રેજી વિષય પાસની માર્કશીટ ની ઝેરોક્ષ

ધોરણ 10 ના સમકક્ષ ITI માટેના સમકક્ષતા સર્ટીની ફી: ₹200

પ્રમાણપત્ર મેળવવા અરજી કેવી રીતે કરવી?

આ બધા જ પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે, નીચે મુજબના સ્ટેપ અનુસરીને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

  • સૌથી પહેલા આ લિંક પરથી GSEB ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અહી ક્લિક કરો.
  • તમારી સામે જે પેજ ખુલે તેમાં તમારું પૂરું નામ, રાજ્ય, તાલુકો, જિલ્લો અને અન્ય વિગતો ભરો.
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, Email અને પાસવર્ડ દાખલ કરો.
  • રજીસ્ટ્રેશન પૂરું કર્યા બાદ તમારા Email, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી લોગીન કરો.
  • ત્યારબાદ ત્યાંથી તમે જે તે પ્રમાણપત્ર ઓર્ડર કરી શકો છો.

અગત્યની સૂચનાઓ

  1. કોઈપણ દસ્તાવેજ મેળવવા માટે ચૂકવેલ ફી પરત મળવા પાત્ર નથી.
  2. પોસ્ટલ ચાર્જ સાથે ની કુલ ફી સ્ટેટ બેંક કલેકટ પોર્ટલ પર (Online) ચૂકવવી જરૂરી છે.
  3. કોઈપણ દસ્તાવેજો માટે અરજી કર્યા પછી તમને અરજી મળ્યાનો ઇમેઇલ / SMS મળશે, સાથે જ તમે સંબંધિત એપ્લિકેશન ના દસ્તાવેજ કેટેગરીમાં સ્ટુડન્ટ મેનુ માં તમારી એપ્લિકેશન જોઈ શકો છો.
  4. જો કોઈ પણ સંજોગોમાં તમને અરજી મળ્યાનો ઇમેઇલ / SMS મળ્યો નથી, અથવા સ્ટુડન્ટ મેનૂ હેઠળ તમારી અરજી કરેલી જોવામાં સમર્થ નથી તો gsebeservice@gmail.com પર ઇમેઇલ દ્વારા જાણ કરી શકો છો.

આ માહિતી નીચે આપેલ ઠરાવનો સંદર્ભ લઈ બનાવવામાં આવી છે.

આ માહિતી અંગે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો.

Leave a Comment