વિદેશમાં ભણવા જવું છે? આ યોજના હેઠળ સરકાર આપી રહી છે ₹15 લાખની લોન

ગુજરાત સરકાર દ્વારા આદિજાતિના લોકોની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે આદિજાતિના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકતા નથી માટે આર્થિક મદદરૂપ થવા ₹.૧૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે.

વિદેશમાં અભ્યાસ લોન યોજના

આ યોજના નો મુખ્ય હેતુ આદિજાતિના લોકોની ની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના વિદ્યાર્થી સરળતાથી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે પગભર થઇ શકે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક-યુવતીઓ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ અમલમાં છે.

લાયકાત અને પાત્રતા

આદિજાતિના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ લોન કરવા માટે જરૂરી લાયકાત અને પાત્રતા નીચે મુજબ ધરાવતા હોવા જોઈએ;

 • અરજદાર આદિજાતિ નો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે.
 • અરજદારે મેટ્રીકયુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડીયન સ્કુલ સર્ટીફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશની યુનીર્વસીટીમાં પ્રવેશ મેળવેલ હોય
 • આવકની કોઇ મર્યાદા નથી.

ધિરાણ મર્યાદા

 • રૂ. ૧૫ લાખ અથવા તાલીમ/અભ્યાસનો જે ખર્ચ થાય તે બેમાંથી જે ઓછું હોય તે

લાભાર્થી ફાળો

 • આ યોજનામાં લાભાર્થી ફાળો ભરવાનો રહેતો નથી

વ્યાજનો દર

 • વાર્ષિક ૪ ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના ૨.૫૦ટકા દંડનીય વ્યાજ ચુકવવવાનું રહેશે.

લોન પરત કરવાનો સમય ગાળો

 • વિધાર્થીને અભ્યાસ પૂર્ણ થવા બાદ ૬ માસ પછીથી માસિક ૬૦ હપ્તામાં ભરપાઇ કરવાની રહે છે.
 • લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

આદિજાતિના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ લોન કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:

 • રહેઠાણ ના પુરાવા :(રેશનકાર્ડ/વીજળી બિલ /લાઇસન્સ/ભાડાકરાર/ચુટણી કાર્ડ)
 • અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
 • શાળા છોડયાનો દાખલો
 • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
 • વિધાથીનું સોગધનામુ(અસલમાં)
 • પાસપોર્ટ
 • વિઝા
 • એર ટીકીટ
 • લોન ભારપાઇ કરવા અગે પાત્રતાનો દાખલો
 • રૂા.100/-ના સ્ટેમ્પ પર જામીનદારનું જામીનખતાનો નમુનો પરિશિષ્ટ – ગ
 • મિલકતના વેલ્યુએશન રીપોર્ટ
 • મિલકતના આધાર (તાજેતરના 7-12 ના ઉતારા/ઇન્ડેક્ષ રજુ કરવી.)
 • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

અરજી કોના દ્વારા મોકલવી?

 • આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે.
 • જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.

અરજી મેળવવાનું સ્થળ

 • જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https:// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.

વિદેશમાં અભ્યાસ લોન વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવી શકો છો.

Leave a Comment