શું તમારું બાળક ધોરણ 10 કે 12 માં ભણે છે? તો તેને મળશે રૂપિયા 12 હજાર ની સહાય

ગુજરાત સરકાર તરફથી આર્થિક અને નબળા અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને ધોરણ 10 અને 12માં ટ્યુશન ક્લાસ કરવા માટે સહાય આપવામાં આવશે. આથી,આ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા રહે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

ધોરણ 10 અને 12 ટ્યુશન સહાય યોજના

ધોરણ 10 ની ગુજરાત માધ્‍યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્‍ને પાસ થનાર અને ધોરણ 11 સામાન્‍ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને ધોરણ 11 અને ધોરણ 12માં ખાનગી ટ્યુશન (પ્રાઇવેટ ટ્યુશન) માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેઠળ સહાય આપવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.

ધોરણ 10 અને 12 ટ્યુશન સહાય કોને મળવા પાત્ર છે ?

આ ધોરણ 10 અને 12 ટ્યુશન સહાય યોજના માટે પાત્રતા માપદંડ નીચે પ્રમાણે છે.

 • ગુજરાત માધ્‍યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્‍ને 75% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધોરણ 11 સામાન્‍ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય) ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ અરજી કરવાની રહેશે.
 • મળેલ અરજી પૈકી પ્રથમ 100 અરજીઓ નિયમોનુસાર મેરીટના ધોરણે સહાયપાત્ર થશે.
 • અરજી કરવાપાત્ર વિદ્યાર્થીઓ પૈકી 100 વિદ્યાર્થીઓના મેરીટ લીસ્ટમાં સમાવેશ ન થનાર વિદ્યાર્થીની અરજી દફતરે કરવામાં આવશે. દફતરે કરેલ અરજી અંગે કોઇ પત્રવ્યવહાર કરવામાં આવશે નહી
 • સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરેલ ₹ 4,50,000/- સુધીનું કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર રજુ કરવુ.
 • જેમને ધોરણ 11માં સહાય મળેલ હોય તેઓને જ ધોરણ 12 માં ટયુશન સહાય આપવામાં આવશે.
 • ધોરણ 11 માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય મળવાપાત્ર થશે નહી.
 • ૭૫% થી ઓછા ગુણ (ટકા) મેળવનાર વિદ્યાર્થીઓની અરજી કરવી નહી આવી અરજી દફતરે કરવામાં આવશે.(પર્સનટાઇલ રેન્ક ધ્‍યાને લેવામાં આવશે નહી.)
 • જન નિયત અરજી ફોર્મ સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાંથી મળી રહેશે.
 • સંપૂર્ણ ભરેલ અરજી સાધનિક કાગળો સાથે સંબંધિત જિલ્‍લાના નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં મોકલી આપવાના રહેશે.

ધોરણ 10 અને 12 ટ્યુશન સહાય યોજનામાં કેટલો લાભ મળશે ?

વિજ્ઞાન પ્રવાહ સિવાય ધોરણ 11 માં ₹ 8,000/- અને ધોરણ 12માં ₹ 4,000/- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર થશે.

ધોરણ 10 અને 12 ટ્યુશન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરેલ જાતિના પ્રમાણપત્રની નકલ
 • ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થયાની માર્કશીટની નકલ
 • આવકના દાખલાની નકલ
 • આધારકાર્ડની નકલ
 • ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાવતી તથા પ્રમાણપત્ર. (₹ 5,000/- થી વધુ રકમની ટ્યુશન ફી ભર્યાની અસલ પાવતી પર રેવન્યુ સ્ટેમ્પ હોવુ ફરજિયાત છે. અન્યથા પાવતી માન્ય ગણવામાં આવશે નહી.) (આ સાથે સામેલ છે. તે મુજબ સહી-સિક્કા સાથે અપલોડ કરવું.)
 • વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેક.
 • રેશનકાર્ડની નકલ. (મરજીયાત)
 • ધોરણ 11 પાસ થયાની માર્કશીટની નકલ ૨. ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાવતી તથા પ્રમાણપત્ર. (₹ 5,000/- થી વધુ રકમની ટ્યુશન ફી ભર્યાની અસલ પાવતી પર રેવન્યુ સ્ટેમ્પ હોવુ ફરજિયાત છે. અન્યથા પાવતી માન્ય ગણવામાં આવશે નહી.)

ધોરણ 10 અને 12 ટ્યુશન સહાય યોજના માટેનું ફોર્મ

ધોરણ 10 અને 12 ટ્યુશન સહાય યોજનાનું ફોર્મ તમે esamajkalyan પોર્ટલ પરથી ઓનલાઇન ભરી શકશો.

Leave a Comment