આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવો?

આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ કરવાથી લોકોને આધાર કાર્ડ ના તમામ કામ સરળતા થઈ શકે છે, આધાર સંબંધિત માહિતી સીધી તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળે છે અને મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે રજીસ્ટર કરાવવો અત્યંત જરૂરી છે કારણ કે જનરેટ થયેલ OTP પ્રમાણીકરણ માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવતો નથી, તો તે ઓનલાઈન આધાર સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં.

આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરવો?

તમારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ અથવા નોંધણી કરવા માટે તમે નીચેના પગલાં અનુસરો:

  1. UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અથવા અહીં કલીક કરો 
  2. ‘માય આધાર’ પર જાઓ અને ‘લોકેટ એનરોલમેન્ટ સેન્ટર’ પસંદ કરો.
  3. પછી ત્રણ વિકલ્પો દેખાશે- સ્ટેટ, પોસ્ટલ કોડ અને સર્ચ બોક્સ
  4. તમારું નજીકનું નોંધણી કેન્દ્ર શોધવા માટે, કોઈપણ વિકલ્પો પર ક્લિક કરો અને ફોર્મ ભરો
  5. નજીકના સત્તાવાર આધાર નોંધણી કેન્દ્ર પર જાઓ અને ત્યાં ફોર્મ ભરો
  6. તેમાં તમારા ફોન નંબરનો ઉલ્લેખ કરો અને તેને સંબંધિત વ્યક્તિને સબમિટ કરો
  7. માહિતીને પ્રમાણિત કરવા માટે તમારી બાયોમેટ્રિક માહિતી પ્રદાન કરો
  8. તમારી બધી માહિતી ચકાસો અને તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવવા 50 રૂ. ફી ચૂકવો.

અન્ય માહિતી

આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ કરવા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment