માત્ર ₹17 ના આ શેરે લોકોને કર્યા માલામાલ, 6 મહિનામાં જ પૈસા ડબલ

ભારતમાં દિવસેને દિવસે શેરબજારનો વ્યાપ વધી રહ્યો છે. લોકો શેર માર્કેટમાં પૈસા નાખી કરોડોની કમાણી કરી રહ્યા છે. શેર માર્કેટમાં કેટલાય નાના નાના શેર પણ ઘણો બધો નફો કરવી દેતા હોય છે. ગુરુવારે આવો જ એક શેર ચાલી ગયો જેણે માત્ર 6 મહિનામાં જ લોકોના પૈસા ડબલ કરી દીધા છે.

અમે વાત કરી રહ્યા છીએ Waaree Renewable Technologies શેર વિશે. એક સમયે માત્ર ₹17 ના ભાવે મળી રહ્યો હતો આ શેર જેણે ગુરુવારે ફરી 5% અપર સર્કિટ લગાવી હતી.

આ શેરે આપ્યો છે 195 ગણો ફાયદો

છેલ્લા 5 વર્ષથી જે રોકાણકારએ આ શેર હોલ્ડ કરી રાખ્યો છે, તેમને 195 ગણો ફાયદો થયો છે. પાંચ વર્ષ પહેલા જે લોકોએ આ શેરમાં ₹1 લાખનું રોકાણ કર્યું હશે તેમનું રોકાણ અત્યારે 1.95 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હશે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે કંપનીના શેરની કિંમત 5 ટકાની અપર સર્કિટ લગાવ્યા બાદ ₹3317.15 ના સ્તરે પહોંચી ગઈ હતી.

19,400% રિટર્ન આપ્યું

એક વર્ષ પહેલા વારી રિન્યુએબલ ટેક્નોલોજીસના શેરની કિંમત 495.50 રૂપિયા હતી. જે હવે રૂ.3317ના સ્તરે પહોંચી ગઈ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન કંપનીના શેરના ભાવમાં 550 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, 5 વર્ષ પહેલા Waaree Renewable Technologiesના શેરની કિંમત માત્ર 17 રૂપિયા હતી. એટલે કે ત્યારથી લઈને અત્યાર સુધી શેરની કિંમત 19,400% વધી છે.

6 મહિનામાં પૈસા થયા ડબલ

પાંચ વર્ષ પહેલાં નહિ પણ માત્ર 1 મહિના પહેલા આ શેર ખરીદનાર લોકોને 80% નું રિટર્ન મળ્યું છે. જો વાત કરવામાં આવે છેલ્લા છ મહિનાની તો, Waaree Renewable Technologies ના શેરની કિંમતમાં 125% નો વધારો થયો છે.

Leave a Comment