Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

SIP એટલે શું? પૈસા કમાવવામાં આ સરળ સમજણ કરશે મદદ

એક પ્રખ્યાત કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય એમ આ SIP પણ એ જ સિદ્ધાંત પર કામ કરે છે. SIP માં સૌથી મોટો ફાયદો એ છે કે તમે 500 કે 1,000 રૂપિયા થી SIP શરૂ કરી શકો છો, પણ મોટા ભાગ ના લોકોને આ SIP વિશે વધુ ખબર નથી એટલે એવા લોકો માટે આજે અમે સરળ રીતે સમજાય એવી માહિતી જણાવીશું

SIP શું છે?

મ્યુચ્યુઅલ ફંડમાં SIP નું પૂરું નામ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તે એસેટ ક્લાસ અથવા કે રોકાણ નું કોઈ સાધન નથી. હકીકતમાં એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાની એક રીત છે. તેથી SIP એ નિશ્ચિત રકમ સાથે નિયમિત પણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.

SIP એ તમારા રોકાણના આધારે વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સમય સર ચોક્કસ રકમનું રોકાણ કરવામાં મદદ કરે છે. તમારી પાસે વ્યવસ્થિત રોકાણ દ્વારા નાની રકમનું રોકાણ કરીને લાંબા ગાળાની સંપત્તિ બનાવવાની ક્ષમતા છે. નિયમિત આવક ધરાવતા લોકો માટે એક વ્યવસ્થિત રોકાણ કરવા માટે યોગ્ય છે.

  • ઉદાહરણ તરીકે તમે વિદેશ પ્રવાસ માટે 3 વર્ષમાં 5.4 લાખ રૂપિયા નું ફંડ બનાવવા માંગો છો તો 15,000 રૂપિયા થી માસિક SIP રોકાણ શરૂ કરીને તમે સરળતાથી ટાર્ગેટ પૂરું કરી શકો છો.

વ્યવસ્થિત રોકાણ નું આયોજન એ બચત અને સમય સર રોકાણ કરવાની આદત પાડવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. વધુ માં જો તમે વ્યવસ્થિત રોકાણ વહેલા શરૂ કરો છો, તો ચક્રવૃદ્ધિની શક્તિના લાભો મેળવવા માટે તમારી પાસે લાંબા સમય સુધી રોકાણની ક્ષિતિજ છે.

અન્ય માહિતી

SIP વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment