મહિલા સશકિતકરણ યોજના હેઠળ આદિજાતિના લોકોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિની મહિલાઓને દૂધાળા પશુ પુરા પાડવાથી જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
મહિલા સશકિતકરણ યોજનાનો લાભ કોને મળશે?
આ યોજના હાલ ફક્ત પંચમહાલ ડેરી, બરોડા ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી અને પીટીજી ગ્રુપ હેઠળ સુમુલ ડેરી તેમજ વાંસદા વસુધારા ડેરીની મંજુર થયેલ યોજના હેઠળ તે વિસ્તારના કલસ્ટર વિસ્તારના ગામોના લાભાર્થી જ આ યોજનામાં સાંકળવામાં આવેલ છે. ગરીબ મહિલાઓને દૂધાળા પશુ પુરા પાડવાથી જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે તેના માટે કુલ ધિરાણ : રૂ.૫૦,૦૦૦/- આપવા માં આવશે.
મહિલા સશકિતકરણ યોજના નો લાભ કોણ લઈ શકે?
- અરજદાર આદિજાતિનો હોવા જોઇશે.
- અરજદાર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સભાસદ હોવો જોઇએ.
મહિલા સશકિતકરણ યોજના માટે ધિરાણ મર્યાદા કેટલી છે?
- મહિલા સશકિતકરણ યોજના માં અધિકતમ રૂ. ૫૦,૦૦૦/- સુધીની મર્યાદામાં છે.
લાભાર્થી ફાળો
- આ યોજનામાં લાભાર્થી ફાળો ભરવાનો રહેતો નથી
મહિલા સશકિતકરણ યોજના માં વ્યાજનો દર કેટલો છે?
- મહિલા સશકિતકરણ યોજના માં વાર્ષિક ૪ ટકા વ્યાજનો દર છે.
મહિલા સશકિતકરણ યોજના માં લોન પરત કરવાનો સમય ગાળો કેટલો છે?
- આ યોજના માં ૨૪ સરખા ત્રિમાસિક હપ્તાથી લોન ભરપાઇ કરવાની રહેશે.
- લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.
મહિલા સશકિતકરણ ની અરજી કોના દ્વારા મોકલવી?
આદિજાતિ વિસ્તારમાં આવેલ આદિજાતિની મહિલાઓ દૂધ મંડળીની સભ્ય હોય અને જે તે વિસ્તારના જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મારફત દરખાસ્ત તૈયાર કરાવી પ્રયોજના વહીવટદાશ્રીની ભલામણ સહ દરખાસ્ત રજુ કરવાની થાય છે.
મહિલા સશકિતકરણ યોજના નું અરજી ફોર્મ મેળવવાનું સ્થળ
જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https:// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.
મહિલા સશકિતકરણ યોજના વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવી શકો છો.
2ગાય 1વાસરડી